STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

નિરાકારના આકાર

નિરાકારના આકાર

1 min
387


કેટ કેટલા આકારો ચીતરાય સ્વપ્નમાં નીરાકારના

ને સોપાન એકેય મળે જ નહિ મનને સ્વીકારના


હવાને પવન ધક્કા મારી મારીને હડસેલે પણ ક્યાં

ને તરંગો રચાય જાય અદ્રશ્ય સઘળાં ધિક્કારના


મંઝિલ જેવું કંઇક ધૂંધળું ભાસે ધુમ્મસની પેલેપાર

ફૂટ્યા અંકુરો પછી હકીકતના આંખોમાં સાકારના


સમય ચાલ્યો ગયો આ દઈ હાથતાળી એક યુગને

ફૂલ પણ મુરઝાયા સઘળાં હવે મારી મજારના


ને આ કાંકરીચાળા જેવો અટકચાળો એનો મને

મને ખરીદવામાં ભાવ ઉતરી ગયા સઘળા બજારના


"પરમ" સાથેની પ્રીતની આ દોડનો "પાગલ" ઠહેરાવ

કેવા શુભ પરિણામો હોય છે ખુદ સાથેની તકરારના


Rate this content
Log in