નિભાવી જાણે છે
નિભાવી જાણે છે
ઘણાં ઓછા હોય છે જગમાં જે સાથ છેવટ સુધી નિભાવી જાણે છે,
પોતાના પ્રેમથી તેઓ કિસ્મતને પણ પલટાવી જાણે છે,
સુખમાં સાથ આપનારા તો લાખો મળી જાય છે,
એ ખાસ હોય છે જે દુઃખમાં આંખમાં આંસુ લાવી જાણે છે,
જાહોજલાલી હોય ત્યારે તો ઘણાં તમને પસંદ કરે,
સાચા પ્રેમી તો વિપરીત પરિસ્થિતિમાં પણ અપનાવી જાણે છે,
સમજાવવાની વાત જો હોય તો બધું જ સમજી લે,
અને બીજાને પણ એ સઘળું સમજાવી જાણે છે,
અરે સાથ નિભાવવાના દાખલા ત્યાં સુધી તમને મળશે "સંગત"
કે એ સાથ નિભાવવા તો પ્રાણ ઈશ્વર પાસેથી પણ લાવી જાણે છે.
