નગરવધૂ
નગરવધૂ
1 min
200
કો'ક નગરની નગરવધૂ જેવી, ઈચ્છાઓ તો નાચે,
ગલીના અંધારા ખૂણા જેવી, બાંધી છે કાચા ધાગે,
છાનું છાનું ત્યાં બદનામીનું એક બજાર સળગે,
આયનો આખી રાતનું સપનું, આંસુ ખારાં ચાખે,
પછી તો નૂપુરનું સંગીત રણઝણ રણઝણ રણકે,
ધેલું થઈને નગર આખું તેના આંગણે રાચે,
રંગબેરંગી ખ્વાબ સજીને ઉપવન સફાળું ઉઠે,
વક્રી ગ્રહો નગરવધૂની જનમ કુંડળીમાં ભાસે,
જાત કુંવારી જીવનભરની, લઈ જવાની જાગે,
ભૂતાવળ જેવી નગરવધૂની, ઈચ્છાઓ ચીસો નાખે.
