નાગપંચમી
નાગપંચમી
1 min
187
આજે ચોમેર વાગ્યાં ઢોલ ને શરણાઈ,
આનંદ છવાયો આજે નાગપંચમી છે,
ગામેગામને શહેરથી ભૂવાજી તેડાવ્યાં,
ગોગા બાપા રમતાં માથે હાથ મૂકીને,
ગોગાજી માનવ મહેરામણ જોઈ હરખે રે,
આજે આનંદ છવાયો ગોગા મહારાજ મંદિરમાં રે,
ગોગાજી રંગે રમે ને માંગ્યા દાણાં આપે રે,
આજે ખમ્મા ખમ્માની છોળો ઊડાડતા રે,
અંતરની આશિષને ઉરે જયકાર રેલાવે રે,
આજે આનંદ છવાયો નાગપંચમીનો દહાડો રે,
સાત સમંદર પારથી જોને સમડી દર્શને આવે રે,
આવાં અલૌકિક દર્શન થકી સેવકો રાજી થાય રે,
રંગેચંગે ઉજવાયો આજે ગોગાજીનો ઉત્સવ છે,
સૌએ ખુશીઓ માણી, આજે આનંદ છવાયો રે.
