મૂડી
મૂડી
આ હાથ રૂપિયા એક ગલ્લાંમાં સતત નાંખ્યા કરે,
ને મન અનેકે વાતને કાયમ હવે ચાખ્યા કરે.
કરવા જતન સપના તણું મૂડી જમાં કરવી પડે,
આ વાતને સમજી વિચારી પ્રેરણા આપ્યા કરે.
એક રૂપિયા કાજ માણસ કેટલો દોડી જશે,
આ વિચારો ક્યાંક - ક્યાંકને ક્યાંક તો વાગ્યા કરે.
વાત સા સચોટ કહેવામાં સાચો માલ છે,
ધર્મને નીતિ તણી મૂડી બધે ભાવ્યા કરે.
જિંદગી આખી કમાણીની બચત શું હોય છે ?
કોઈ મનખો ભાગ્ય પામી ને સતત ફાવ્યા કરે.