STORYMIRROR

Rutambhara Thakar

Others

4  

Rutambhara Thakar

Others

મુસાફર

મુસાફર

1 min
262

સફરનામામાં લખીએ અનુભવો જિંદગીનાં,

બની મુસાફર નિરંતર કાપીએ રસ્તા જિંદગીનાં..!


અડચણો ને વિટંબણા આવશે ઘણી જિંદગીમાં,

ચોપાસ રસ્તે ઊભા

અટવાતાં જિંદગીમાં...!


ક્યાં જવું ? શું કરવું ? મુંઝવશે પ્રશ્નો જિંદગીમાં,

શોધવો પડશે ઉકેલ એનો હાથવેંતમાં જિંદગીમાં..!


બોલાવશે ઘડીક અજવાળા જિંદગીમાં,

ઘેરાશે ઘડીકમાં

ઘોર અંધારા જિંદગીમાં...!


આ ખેલ તો ખેલાય દરેકની જિદગીમાં,

ના થવું નાસીપાસ રહી સ્થિર મજા લો જિંદગીમાં..!


નહીં આવે કશું ય અંત સમયે ઉપર આ જિંદગીમાં,

સારા કર્મોનું ભાથું

બાંધી લો આ જિંદગીમાં...!


દરેક જણ છે ફક્ત સાથી સંગાથી આ જિંદગીમાં,

નથી ખબર પથિક બની કોણ, ક્યારે મળે આ જિંદગીમાં...!


ગત જન્મનાં ૠણાનુબંધે એકમેકને આવી મળ્યાં છીએ આ જિંદગીમાં,

જીવી લો એકેમેક સંગ મોજથી ખબર નથી ક્યારે મળાશે બીજી જિંદગીમાં..!


Rate this content
Log in