STORYMIRROR

Kalpesh Vyas

Others

3  

Kalpesh Vyas

Others

મુંબઈની લોકલ ટ્રેન

મુંબઈની લોકલ ટ્રેન

1 min
496


લોકલ ટ્રેન, લોકલ ટ્રેન, મુંબઈની લોકલ ટ્રેન,

જીવનરેખા કહેવાતી મુંબઈની લોકલ ટ્રેન.


ભારતીય રેલની એક સુંદર દેન લોકલ ટ્રેન,

લોકલ પ્રવાસ કરાવતી, મુંબઈની લોકલ ટ્રેન.


વેસ્ટર્ન, સેન્ટ્રલ, હાર્બર રુટ પર છે લોકલ ટ્રેન,

ટ્રાફીક ઓછું કરાવતી, મુંબઈની લોકલ ટ્રેન.


ચર્ચગેટ-દહાણુ વચ્ચે ચાલતી, વેસ્ટર્નની લોકલ ટ્રેન,

પાલઘર જીલ્લાને જોડતી, મુંબઈની લોકલ ટ્રેન.


કર્જત-કસારા સુધી ચાલતી સેન્ટ્રલની લોકલ ટ્રેન,

થાણા જીલ્લાને જોડતી, મુંબઈની લોકલ ટ્રેન.


પનવેલ અપ-ડાઉન કરતી, હાર્બર -ટ્રાન્સહાર્બર ટ્રેન,

રાયગડ જીલ્લાને જોડતી, મુંબઈની લોકલ ટ્રેન.


યાર્ડમાંથી સ્ટેશને આવતી, વહેલી સવારની ટ્રેન.

ઊભી રહે એ પહેલા પકડી લ્યો, મુંબઈની લોકલ ટ્રેન.


સ્લૉ અને ફાસ્ટ દોડતી, મુંબઈની લોકલ ટ્રેન,

કેટલાક સ્થળોને જોડતી, મુંબઈની લોકલ ટ્રેન.


જથ્થામાં જનવહન કરતી, સવાર હોય રૈન,

ફોગટમાં કસરત કરાવતી, મુંબઈની લોકલ ટ્રેન.


મુંબઈ 'ને આસપાસની શાન છે, મુંબઈની લોકલ ટ્રેન,

કૉમ્યુટર્સની જાન છે, મુંબઈની લોકલ ટ્રેન.



Rate this content
Log in