STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મુખેથી બોલ

મુખેથી બોલ

1 min
214

આ ડમ ડમ ડમ ડમ વાગે તારે માથે મૃત્યુનું ઢોલ રે,

મારું તારું મૂકીને તું મુખેથી બોલ ચેહર મા બોલ રે,


હજી સમય છે હાથે, તું આંખો તારી ખોલ રે,

આ કપરાં સંજોગોમાં કોળિયો થઈ જાય રે,


પડશે જ્યારે ગાલે જમની ધોલ રે,

એ નહીં જુએ તારાં ઘરબાર રે,


પડશે યમરાજની સોટી ના સોળ રે,

એ નહીં જુએ તમારાં રૂપ, રંગ, હોશિયારી રે,


તારાં કરેલાં નિંદારસ તનેજ નડશે રે,

માટે ભાવના હૈયેથી બોલ ચેહર મા બોલ રે,


ચાર મળી ચોટલાને ઉખાડયા ઓટલાઓ રે,

ધર્મરાજા તારી પકડશે બધીજ પોલ રે,  


પસ્તાવાનો મોકો જરાય નહીં મળે રે,

માટે સમય છે ભજી લે મનવા ચેહર મા રે.


Rate this content
Log in