મુકામ કાજે મંજિલ વટાવી
મુકામ કાજે મંજિલ વટાવી
1 min
27.7K
સીધી સાદી, પૂરી,અધુરી,સમજદારી,
જેવી મળી, તેવી જીવી ચાલ્યા વટાવી,
પહેલેથી નક્કી છે ? સફળતાની સીડી
હર વાતે આંકાક્ષાએ ઉમેદવારી વટાવી
આલાપીઍ લય વિલય સુર સુરાલયે ચડી
તરજે રાગ, રાગણીની તરફદારી છે વટાવી
ઉમ્મીદો સરકતી પગ તળે ચગદાઈ સારી
સફરે ધૂળનું,કરજ, વણ ચુકવે સારી વટાવી
પૂછતાં રહ્યા જિંદગીના, મુકામ વિષે ઉમ્રભર
ભટકી જ્યો હતો તે મુકામેં જૈ સફર વટાવી
ખબર હોતે કસ્તુરી વિષે જંગલે ભટકતે નહીં
ઉત્તર કાજે મંજીલની તલાશે સફર વટાવી
