મસ્તીભર્યું મારણ
મસ્તીભર્યું મારણ
1 min
246
ટીવી જોઈ ને જોયું,આજે મેં શમણું સૌનું
જગ આખું ફરી છેવટે મારી કને પૂરું થતું,
વેદના કહું,વહાલ કહું કે કહું વાતોનું વળગણ
સૌ કરે છે એમજ મને મારા મસ્તીભર્યું મારણ,
સવારે ના જગાડે કોઈ હવે લગીરે મને વહેલો
જોઈ હરખાય ને સૌ કહે ન જગાડ હો સૂતેલો,
ચા મારી હવે અગિયારે થાય ને ભોજન બારનું
વાળું છનું થતું ને સૂતો એમ જાણે હોય પારણું,
હસું છું સદા ને હસાવું સૌને હરપળ હું મોજીલો
આશુ નથી વરસ્યું આજ, જાણે દુનિયા જીતેલો.