મસ્ત મજાનું લોક્તંત્ર છે
મસ્ત મજાનું લોક્તંત્ર છે
મસ્ત મજાનું લોક્તંત્ર છે…. પોત-પોતાના ઢોલ ને પાવોસૌ સૌની મસ્તીમાં મ્હાલો મસ્ત મજાનું લોક્તંત્ર છે પ્રશ્ન પ્રજાના,
રંગ જ તમારાઅવળા-સવળા રાગ ને ચાળાપ્રસાર માધ્યમો મદિરાના પ્યાલા માણજો રે ભાઈ લોકતંત્ર છે,
કાળાધન પર નિત સોગઠા બાજીભ્રષ્ટાચાર હટાવવા કેટલા રાજી?
રૈયત રઝળે થઈ ખીસ્શે ખાલીમારને પોલ આ લોકતંત્ર છે શાસક સમજે હું જ રે સાચોવિપક્ષ કહે તું સાવ છે ખોટો પાખંડ પ્રપંચ ને હજુરિયા ખેલો
બાંધી મૂઠી એ લોકતંત્ર છે લોક સમસ્યા લટકાવી ખીલે સેવક વેશે સોદાગર જ મ્હાલે આતંક ભ્રષ્ટાચાર છે ભોરિંગ સાચવો ખુદને લોકતંત્ર છે,
જાગજે જનતા સૌ કોઈ રટતા ભરી તિજોરી ભર પેટ જમતા મોદીજી રોજ નવો મંત્ર જપતા સૌનું હિતેચ્છું લોકતંત્ર છે..
માણજો રે ભાઈ લોકતંત્ર છે કરશે જનતા વળતર લઈ માફ રે વ્હાલેમસ્ત મજાનું લોક્તંત્ર છે….મસ્ત મજાનું લોક્તંત્ર છે.
