મરણનું જીવતર
મરણનું જીવતર
વહી ગયો તારો પ્રાણ પંખીડો,
પછી આ લોક કંઈ, કરે શણગાર,
જીવતે જીવ ના કર્યા,તે શણગાર,
તને મરણ પછી કંઈ, કરે ભપકાર.
શણગાર દેખી તારી,
મરી આંખો પણ રડે,
જાહોજહાલીને છેવટે,
ભારી તારા મડદે.
ઉઘાડી તોય મરેલી આંખે,
જુવે તું સઘળી લીલાઓ,
તારા વખાણોના ભારા ગુંથે,
જાણે તુંજ જીવ્યો લીલાઓ.\
યાદ કરે ના કોઈ તારા કર્મોનો,
એ ફૂટલો ભવૈયો,
બે-ચાર છોડી મલક આખે,
તું સંત થઈ ગવાયો.
ઉપડી જ્યાં માયા તારી,
છોડી ઉમ્બરો પરધામ,
રઘવાયા થયા સૌ તારાજ,
દેવાને તને જલ્દી કાંધ.
ચાર ચોકે ઉતારી,છેલ્લા,
બે 'આશુ' ડૂસકાં ભરે,
ઠેબે ચડાવી ઝટ તને,
કાઢવા લાકડા ભેગો કરે.
રડાય એટલું રડીનેબાર દાડા,
શોકનો હુક્કો પાણી કરે,
કુતરાના ઠામડે ભોજન તારું,
પિરસી પુણ્ય અનેરું કરે.