STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મોટીબેન

મોટીબેન

1 min
291

મોટીબેન ઓ મારી મોટીબેન,

સાથે દિલથી રહેતાં મોટીબેન,


મોટીબેન તો મમતાળુ અમારી, 

નાની બેનને લાડ કરતાં અનેરી,


આપણે રહ્યાં લાગણીશીલ બેની,

મળ્યાં લેણાદેણીથી ઓ બેની,


મોટીબેન સદાય સારું શિખવાડે,

દુઆઓ આપી જીવતાં શિખવાડે,


ભાવનાત્મક ખેંચાણ એકબીજાને,

દૂર છતાં વસે દિલમાં એકબીજાના 


હળવા હાથે માથે હાથ પ્રેમે ફેરવે,

આમ જ સદાય અમીનજર ફેરવે,


અંતરમાં લાગણીઓ અપાર વહે,

નિર્મળ પ્રેમની ધારા સદાય વહે,


મોટીબેન વ્હાલનો દરિયો છે,

નાનીબેનનો આધાર હોય છે.


Rate this content
Log in