મોચી
મોચી
1 min
28
અહમને નેવે મૂકી ટેભા લે મોચી,
હું પદને ત્યાગી ઝુકે મનખો મોચીને.
જગત તો ઘણું ધુત્કારે મોચીને,
અંતે જરૂર પડે છે સૌને મોચીની.
મોચી વગર જગતમાં સૌ થાકી જવાના,
મોચી થકી જ જગતમાં જંગ જીતી જવાના.
સમય દરેકનો આવે છે આ દુનિયામાં,
મોચીના કામ બીજું કોણ કરે આ દુનિયામાં.
હજારો ટેકનોલોજી શોધાશે પણ જરૂર પડશે મોચીની,
એ સુખો દેનારનો ગુણ ભાવના કેમ ભૂલાશે.
