મોબાઈલ મા નો
મોબાઈલ મા નો
'મા ચેહર' ને મોબાઈલ લગાવ્યો છે કયારેય ?
'ચેહર મા' નો નંબર કયારેય એંગેજ નથી આવતો,
ચાહે કરોડો ભાવિક ભકતો
એક સાથે વાત કરતા ભલે ને હોય.
"ચેહર મા" નો નંબર છે,
લેન્ડલાઈન: 'શ્રી ચેહર નમ:'.
મોબાઈલ: 'ગોરના કૂવાવાળી આદ્યશક્તિ ચેહર'.
ફેકસ: 'શ્રી ચેહર માતાયે નમઃ'.
ઈ-મેઈલ: 'ચેહર મા'
'ચેહર મા' નો નંબર કયારેય 'સ્વીચ ઓફ' નથી આવતો,
ચાહે કેટલો લાંબો સમય સુધી વાતો કરો.
'ચેહર મા' નો નંબર કયારેય 'કવરેજ ક્ષેત્ર'ની બહાર નથી આવતો,
ચાહે તમે ગમે ત્યાં જાવ દરેક જગ્યાએ ફૂલ 'નેટવર્ક' આવે છે.
'ચેહર મા' સાથે કેટલી બધી પણ વાતો કરીએ તો પણ આપણી બેટરી 'ડિસ્ચાર્જ' નથી થતી,
બલ્કે તમે એની સાથે જેટલી પણ વાતો કરો તેટલી મનની બેટરી 'ફૂલ ચાર્જ' થશે.
'ચેહર મા' સાથે વાત કરવા માટે દરેક જગ્યાએ 'રોમીંગ ફ્રી' જ છે.
એકવાર તમે પણ પ્રયત્ન કરજો.
