મનથી પૂજતાં
મનથી પૂજતાં
1 min
213
મનથી પૂજતાં, ચેહર મા આવી મળે છે,
પથ્થર મહીં પણ અલૌકિક રૂપમાં મળે છે.
દુઃખમાં પણ શરણું ચેહર મા નું મળે છે,
નજર જ્યાં ઠરે, ભાવનામય ભાવથી મળે છે.
ચેહર મા અપાર લીલા લહેર કરાવે છે,
જ્યાં ચેહર મા રૂપે એક દેવી મળે છે.
આ કળિયુગમાં હાજરાહજૂર દેવી મળે છે,
જ્યાં પાવરવાળી દેવી અંતરનાં પોકારે મળે છે.
આ દુનિયામાં સાચો એક સથવારો મળે છે,
મમતાભર્યા માવડી સમંદર રૂપે મળે છે.
વિશ્વાસ મૂકીએ તો ભરોસાનું ડેરૂ મળે છે,
ચહેર મા જાતરમાં રમતાં જોવા મળે છે.
