મનની પાંખો
મનની પાંખો

1 min

39
પંખીડાઓને મળવાનું થયું,
આભમાં જાણે ઉડવાનું થયું.
કલરવ એમના સાંભળીને,
આંખો બંધ કરવાનું થયું.
પાંખો શું આવી મનને,
સરહદો ને ભૂલવાનું થયું.
મુક્ત વિહાર જોઈને એમનો,
દુનિયાદારી મુકવાનું થયું.