STORYMIRROR

Mehul Baxi

Others

4  

Mehul Baxi

Others

મનના વિચારો

મનના વિચારો

1 min
25


સતત વહેતા સમયે સમયે,

કશુંક કહેતા મન ના વિચારો

સુતા જાગતા ખાતા પિતા,

કૈક ને કૈક જંખતા મનના વિચારો.


સુંદરતામાં ખીલી ઉઠે,

તો ક્યારે દુઃખ માં રડી પડે,

ક્યારેક લક્ષ્યનો પીછો કરતા તો કયારેક,

હતાશામાં સારી પડતા મનના વિચારો


કવિના શબ્દો છે એ તો,

ને સંગીતકાર નું સંગીત,

લેખકનો લેખ છે ક્યારેક પ્રોત્સાહિત કરતા,

તો ક્યારેક કટાક્ષ કરતા મનના વિચારો.


નદીમાં વહેતો ધોધ છે,

દરેક મનુષ્ય માટે એ પ્રેરણા નો સ્ત્રોત છે 

પળમાં હા તો પળમાં ના,

પળ પળમાં રંગ બદલતા મન

ના વિચારો. 


જીવનનો ધ્યેય છે,

સફળતાની ચાવી છે 

નિષ્ફળતા મળે તો પડકાર ઝીલવા,

હિમ્મત આપતા મનના વિચારો 


નાના બાળકનો ખિલખિલાટ છે 

યુવાનીમાં પ્રેમનો તરવરાટ છે 

વૃદ્ધવસ્થામાં છેલ્લા શ્વાસ સુધી,

સાથ આપતા મનના વિચારો. 


જીવન સાથે સતત જીવતા,

મરણ પછી પણ જીવતા, 

દિવસ રાત પ્રવૃર્ત્ત રહેતા,

મન ના વિચારો.


સતત વહેતા સમયે સમયે,

કશુંક કહેતા મનના વિચારો,

સુતા જાગતા ખાતા પિતા કૈક ને કૈક,

જંખતા મન ના વિચારો.


Rate this content
Log in