મનમાં
મનમાં
1 min
116
મનમાં ચેહર મા બિરાજે છે,
દર્શન થતાં દુઃખ દૂર થાય છે,
ચારે બાજુ હરદમ ચેહર મા છે,
પડઘા ચેહર મા નાં પરચાના છે,
ફૂલ અર્પણ કરીએ રાજી થાય છે,
સુગંધિત મોસમ કરી આપે છે,
મીઠો ટહુકો કરો હાજર થાય છે,
ઝાંઝર ઝમકે છમછમ મા આવે છે
વસંતપંચમી એ પ્રગટ્યા દેવી છે,
મન વીણા પણ છેડે સરગમ છે,
જેવી ભાવના એવાં દર્શન દે છે,
રમેશભાઈનાં ઓરતાં પૂર્ણ કરે છે,
દીવા પ્રગટે, રોમે રોમે ત્યારે મળે,
નામ જપું જ્યાં ચેહર મા આવે છે.
