મંગળ પ્રભાવ
મંગળ પ્રભાવ
1 min
376
પરણવા લાયક મારી દિકરી થઈ
આમ તેમ વર હું શોધી રહી
સપનાનો રાજકુવર જડતો નહી
ભૈ ગોતી ગોતી હું થાકી ગઈ
ઘર સારું હોય તો વરનો ઠેકાણું નહીં
વર સારો હોય તો કામધંધો કરતો નહી
ખાલી મુખડું જોઈને પરણવું નહી
પરણવા લાયક મારી દિકરી થઈ
કુંડળીના દોષ જ્યોતિષ કહે છે
મંગળ ગ્રહનો પ્રભાવ રહે છે
ભૈ પરગ્રહનો શો સંબંધ અહી ?
પરણવા લાયક મારી દિકરી થઈ
જઈને પૂછું તને શું છે સમસ્યા ?
કુંડળીમાં તમે કેમ એક બાજુ ખસ્યા ?
પુજા કરી હવે આવો પ્રસન્ન થઈ
પરણવા લાયક મારી દિકરી થઈ
