STORYMIRROR

Nisha Shah

Others

0  

Nisha Shah

Others

મને એમ થાય કે

મને એમ થાય કે

1 min
467


પતંગિયાની પાંખે, ઊડી જાઉં ઊડી જાઉં

જાતજાતને ભાતભાતનાં પુષ્પરસને માણું.

વાદળિયાની કોરે બેસી આકાશે ઊડી જાઉં

ચાંદ સૂરજનેએમ કરીને તાળી દઈને આવું.

વ્હેતી નદીમાં માછલીની પૂંછ પકડીવહીજાઉં

તેનીસંગે સાત સમુંદરની સહેલ કરીને આવું. 

કોઈપતંગની દોરે લટકીઆસમાનમાંઊડીજાઉં

ઈન્દ્રધનુષને વીજળીને નજદીકથી નીરખી આવું

બાજપક્ષીનાં પગે લટકી,પર્વત શિખરોમાં ઘુમું

કબુતરની ડોકે વળગી, ગુફાકંડરાઓમાં ઘુમું

કોક ઊડતાજીવની સંગેઊડી,અગમની ભાળલાવું

ક્ષણભરમાં સ્વર્ગ-નરકમાં, આંટોમારી આવું.

ઝાકળનાં પાણીનું બિંદુ બની તૃષા કોઈની છીપાવું

પલકભરમાં ઊડીજઈને, અનંતમાં ગુમ થઈ જાઉં.

ક્ષણમાટે જન્મલઈને ક્ષણમાટે કર્મ કરીને

એ ક્ષણને જીવી જાઉં, જીવન સાર્થક કરી જાઉં.


Rate this content
Log in