મને આધાર
મને આધાર
1 min
179
મને આધાર ચેહર મા નો મળ્યો છે,
એક સાચો સહારો ચેહરનો મળ્યો છે.
દિવસ રાત એક ભરોસો મળ્યો છે,
એ થકી શ્રદ્ધાનો અજવાસ મળ્યો છે.
ભાવનામય બનવાનો મોકો મળ્યો છે,
દેવી ચેહરનાં રાણકનો થાપો મળ્યો છે.
ગોરના કૂવે બેઠી છતાં ઘણાં શોધે છે,
એવાં ભકતોને દર્શન લ્હાવો મળ્યો છે.
નવરાત્રીને વસંતપંચમી ઉજવાય છે,
એવાં રૂડાં ચેહર ના અવસર મળ્યા છે.
