STORYMIRROR

Sheetal Bhatiya

Others

5.0  

Sheetal Bhatiya

Others

મંદિર

મંદિર

1 min
822


મંદિરમાં તો છે ઈશ, તારી મુરત,

મનમંદિરમાં તો મારી પ્રેમ મુરત !


તારા મંદિરમાં તો મળે પ્રસાદ મધૂરો,

મારા મનમંદિરમાં તો પ્રેમરસ છલકે અધૂરો !


તારા મંદિરના ઘંટનાદથી થાય પરિસર શુધ્ધ,

મારા મંદિરમાં તો પ્રિયની તસવીરી,

ઝલકમાં જ હું તો મુગ્ધ !


તારા મંદિરની તારી જ મૂરત

મુજ મંદિરે આવી ગઈ હોય એમ,

મારા મનમંદિરમાં એ મૂરત

તારી જ હોય સ્વપ્નમાં અલૌકિક તેમ !


Rate this content
Log in