STORYMIRROR

Mehul Baxi

Others

3.1  

Mehul Baxi

Others

મન

મન

1 min
12.4K


મનની તો શું વાત કરું,

કેવું અદભુત છે આ મન


કાયમ ચંચળ પ્રવાહમાં વહેતું,

લાગણીઓના મોજામાં છલકાતું આ મન,


હસતું રમતું ભટક્યા કરતુ,

ક્યારેક પછડાતું તો ફરી ઉભું થતું આ મન,


પળમાં હોય શાંત તો પળમાં અગ્નિ વરસાવતું,

રોકી શકાય નહિ ટોકી શકાય નહિ, 

અવનવા ગતકડાં કરતુ રહેતું આ મન,


ક્યારેક હોય સ્થિર તો ક્યારેક ગંભીર,

ક્યારેક દિશા સુઝાડતુ તો ક્યારેક ભુલાવતું આ મન,


નિરંતર જાગતું રહેતું અને સજાગ રહેતું આ મન,

જીભ પર હોય કે હૃદય માં શબ્દો નું સર્જન કરતુ મન,


વિચાર અને લાગણીઓમાં સતત પ્રવૃત રહેતું આ મન,

ક્યારેક કુદરતની મહેક માનતું તો ક્યારેક,

માણસના ટોળાંમાં ખોવાતું આ મન,


મન ની તો શું વાત કરું ઈશ્વરે આપેલું,

અદભુત વરદાન છે આ મન.


Rate this content
Log in