મન
મન
1 min
152
ઈચ્છી ને ઈચ્છાઓને દબાવતું આ મન....
ચંચળ ને ચપળ પલટી ખાતું આ મન...
એક જ વિચાર ને બે દિશા આપતું આ મન..
વિચારોમાં જિંદગી જીવી લેતું આ મન...
ખિસ્સુ ભલે ખાલી પણ દિલથી અમીર આ મન...
ઝૂંપડામાં બેસી ને પણ મહેલને ઝંખતું આ મન..
વગર ટિકિટે આખી દુનિયાની સેર કરાવતું આ મન...
મગજથી મજબૂત ભલે હોય હરેક ઈન્સાન..પણ કમજોર બનાવતું આ મન...
કેવી રીતે કાબૂ કરે કોઈ એને...વગર પાંખે અવિરત ઊડતું આ મન....
ના ગમતી જિંદગીને જીવી લેતું....
ખુદાની આ સોગાત છે હરેકનું "મન".
