મળવાનું ગોઠવો
મળવાનું ગોઠવો
1 min
114
એકવાર તો આવો મળવાનું ગોઠવો,
રૂબરૂમાં મનની વાત કરવાનું ગોઠવો,
હળવા મળવાથી મન એક બને છે,
ચાલોને મળીએ ઘણી વાતો કરવી છે,
અરસપરસની ભાવના સમજવી છે,
રૂબરૂ મુલાકાતનો આનંદ માણવો છે,
યાદગીરી માટે એક બે ફોટા પાડવા છે,
એય સખી સુખ-દુઃખની વાતો કરવી છે,
ફોન પર તો ઘણી બધી વાતો થાય છે,
મળવાનું ગોઠવ તો હૈયું હળવું કરવું છે.
