મીઠડાં સ્વાગત થશે
મીઠડાં સ્વાગત થશે
1 min
101
મીઠડાં સ્વાગત થશે…
ન્હોંતી ખબર મને કે , હશે આટલી સુંદર પ્રભા
ઝાકળ ઝીલેલા ફૂલડે , મીઠડાં સ્વાગત થશે
ખીલીછે આજ વાયરે , વ્હાલથી આ વસંત
મખમલ કુદરત ખોળો ધરે, રૂપલડાં સ્વાગત થશે
વરસાવું આજે વ્યોમને , વ્હાલથી વાદળ વિના
ઊતાર્યું આ ગગન ક્ષિતિજે, સુખલડાં સ્વાગત થશે
માંડું નઝર બધે ને, ભરું મીઠડી યાદ હૈયે
છે ખુશ કોઈ ઓ 'દીપ , સજનડાં સ્વાગત થશે
રમેશ પટેલ(આકાશદીપ)
