મહોતુ
મહોતુ
1 min
118
એક કાપડનો ટુકડો એટલે મહોતુ,
ગંદકી સાફ કરવા કામ આવે મહોતુ.
સાફ સફાઈ કરવા કાજે જંગે ચઢયો,
એ મહોતુ રૂપ ધરીને રણસંગ્રામે ચઢ્યો.
મહોતુ ભાવનાઓ છુપાવી સફાઈ કરે,
દુઃખ, વ્યથાઓ છુપાવીને સ્વચ્છ કરે.
એક ટુકડો મહોતુ સૌનો સાથી બન્યો,
નાનાં, મોટાં સૌનો જાણે સહારો બન્યો.
ગંદકીથી બચવા માટે મહોતુ જરૂરી છે,
હવે મહોતા વગર જાણે બધું અધુરું છે.
