STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

મહેર ચેહર મા ની

મહેર ચેહર મા ની

1 min
205

કેમ કરીને કહી શકું કે સર્વત્ર તારી જ મહેર છે,

જ્યાં પણ પડે છે નજર અમારી ત્યાં મહેર છે,


નામ માત્ર લેવાથી જીવનમાં લીલાલહેર છે,

આ કળિયુગમાં ચેહર મા તારીજ મહેર છે,


ભાવના જેવી એવાં ચેહર મા ની મહેર છે,

ના સમજો તો ધીમે ધીમે મારતું ઈર્ષાનું ઝેર છે, 


દેખાદેખી છોડી સાચાં ભાવથી ભજે તો લહેર છે,

ખૂટશે નહીં કદી કૃપા આ તો ચેહર મા ની મહેર છે,


એ બેઠી હૈયામાં જુએ ખેલ છતાંય કરે મહેર છે,

આ તો સતત પેઢીઓની ભક્તિનાં ફળની મહેર છે,


સામગ્રીને રેટ આપો
લોગિન