મહેક
મહેક
1 min
330
ચાલ ડાઉનલોડ કરી થોડા વરસાદના ફોરા મોકલું છું,
ભીની મીઠી સુવાસને એક પીડીએફમાં સૂંઘવા મોકલું છું,
વીજળીના ચમકારાને યૂ ટ્યુબમાં અપડેટ કર્યો છે..
કડાકાને સબ્સ્ક્રાઇબ બેલમાં તને સંભળાવા મોકલું છું,
મોરલાના ગળા બેસી ગયા છે એવા ટહુકાને સ્કેન કર્યા છે..
મુશળધાર વરસાદની સરગમને રીંગટોન બનાવવા મોકલું છું,
ખુલ્લા મોઢે ઝીલેલી વરસાદની બૂંદોને ટ્વીટરમાં ટ્વીટ કરી છે,
વરસાદની હેલીને વોટ્સઅપના સ્ટેટસમાં ના'વા મોકલું છું,
સોશિયલ મીડિયાને એક વાર બાજુમાં મૂકી દે ચાલ હવે..
જગદીશના જગતની મોમેંટદે માણવા મોકલું છું.