મહાશિવરાત્રી
મહાશિવરાત્રી
1 min
136
મહાશિવરાત્રીનો દિવસ આવ્યો રે,
બમ ભોલે ભંડારીનો ઉત્સવ આયો રે.
ભાંગનાં રગડા ચારેકોર છવાઈ ગયાં,
મંદિરમાં દર્શન કાજે ભકતો આવી ગયાં
ના કળી શકાય એવો માહોલ સર્જાયો,
બેન્ડ બાજા સાથે વરઘોડો નીકળ્યો.
ભાવના ભર્યા ભાવે પોકાર કર્યો છે,
ભોલે લાગણીના નાદે સાદ કર્યો છે.
મહાશિવરાત્રીનો મેળો જામ્યો છે,
આજે ભોળાનાથ રાજી થયાં છે.
મહાદેવને પ્રસન્ન કરવા ઉમટી પડ્યા છે,
શિવરાત્રીએ ભક્તિનું ઘોડાપૂર આવ્યું છે
