મ્હારા પણાના વ્હેમ
મ્હારા પણાના વ્હેમ
1 min
26.1K
કરે દેખાવની સાદગીએ રજવાડી જાહોજલાલી
દશા પોલ ખોલે માંહ્યલા વિચારોની બલિહારી
કરે છટા યુવાની વયની, તમન્ના તારા તોડવાની
અંતકાળે મજબૂરી બોલે છે ધુસરીની બલિહારી
બતાવો કોઈ રાહદારી,જે દાજ્યો ન હોય સફરે
વેદ પુરાણે છે પછીના દસ્તાવેજો ની બલિહારી
થશે ધાર્યું ભવિષ્ય ભાખનારોની કયો કમી અહી
સમય સૌને ભણાવે કાળના વહેવારની બલિહારી
ભવિષ્ય નું કોઈ ડાહ્યું નથી કહેવત સાચી ઠરતી
હું કરું, હું કરુંના વ્હેમની જિજ્ઞાસુને બલિહારી
શઠ બાજીની સ્કૂલમાં સત્યના શિક્ષણની શરણાગતિ
મનના પ્રતાપે નહિ કર્મે મળતા બદલાની છે બલિહારી
