મહાબલી
મહાબલી
1 min
252
ઓ મહાબલી
માથા ઉપર મૂકજો
તમારો જમણો હાથ,
અમારાં જીવન ફરતેથી
વિધ્નો દૂર થઈ જાય
ઓ હનુમાન દાદા,
અમને તમારો આધાર
અને તમારી કૃપાથી જ
અમારી જિંદગીમાં
સુખ શાંતિ છે,
તમારો
જમણો હાથ
અમારી સુરક્ષા કવચ છે,
તમારા
જમણે ખભે જનોઈ શોભે
તમારાં નામથી જ
સર્વ કષ્ટ દૂર થઈ જાય,
ઓ દયાળું હનુમાન દાદા
તમારી ચાલીસાથી
આવનારી આફતોથી
રાહત મળે છે,
આમ જ
મહાબલી
તમારાં થકી સુખ સમૃદ્ધિ
મળે છે.
