STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

4  

Ramesh Patel (Aakashdeep)

Others

મેહુલા તું આવ

મેહુલા તું આવ

1 min
233

મેહુલા તું આવ...

ચાતક તરસે ને ખેડૂત તરસે

ને તરસે ધખંતી ધોમ-ભોમ

તાકી તાકીને આભલું ખંખોળું

ન તડપાવ મેહુલા તું આવ,


તું ગાજે ને ટહુકતા મોરલા નાચે

તને વધાવે લોક હૈયાંનાં હેત

ઝીલી બાપલિયા ડુંગરિયા ડોલ્યા

હાલી તોફાની ઝરણાંની રેલ,


સરવરમાં ટપટપ સંગીત છલક્યાં

નિર્મળ નીર ઝૂલાવે ગગન

છબછબિયાં સંગ સંગ સ્નેહલ રંગે

મન મસ્ત મસ્તિલું છેડે કવન,


શીતલ પવન સંગ અવની અંગ હરખે

મેઘની આશિષ અનરાધાર

લીલુડાં સપનાની સોગાદ સાહેલી

ઝીલીએ વરસાદી મોસમના વ્હાલ.


Rate this content
Log in