STORYMIRROR

Sunita B Pandya

Others

4  

Sunita B Pandya

Others

મેઘસવારી આવી ભાઈ પ્રેમસવારી આવ

મેઘસવારી આવી ભાઈ પ્રેમસવારી આવ

1 min
486

મેઘસવારી આવી,

ભાઈ પ્રેમસવારી આવી,

તાજમહેલને જોવા જાણે,

મુમતાઝ દોડતી આવી,


હેલી આવી, વે'લી આવી,

જાણે સહેલી ગરબા રમવા આવી,

વીજળી જાણે કાટકા કરતી,

સેલ્ફી લેતી આવી,


ચંદ્રને તો આવી ઈર્ષા,

સૂરજને વળી શરમ,

ઢેલને ઈશારે જાણે,

મયૂરે કળા દેખાડી,


ગુલાબનો તો હરખ નથી માતો,

એકલો એકલો મલકાય,

સરસ્વતીએ કલમ આપી,

જાણે કવિઓની ઋત આવી,


આઈસ્ક્રીમ ખાધા પછી જાણે,

ભજીયાંની ઋત આવી,

બાર વર્ષની બાળા જાણે,

મેડલ લઇને આવી,


વૃક્ષોએ ગુલાબજળથી નાહીને જાણે,

ગ્રીન સિગ્નલ આપી,

સૃષ્ટિના સર્જનહારે જાણે,

લીલી શેતરંજી પાથરીને વૃષ્ટિ લાવી,


લાગણી કેરો સંબંધ બાંધવા,

સાદ પાડતી આવી,

મેઘસવારી આવી,

ભાઈ પ્રેમસવારી આવી.


Rate this content
Log in