મેઘાનો પ્રેમ
મેઘાનો પ્રેમ
1 min
21
એ નિસર્ગના પ્રેમમાં રમમાણ છે,
એ મેઘા તો પ્રેમમાં પાગલ થઈ છે.
એ ફળિયાં બ્હાર નીકળી પ્રકૃતિ ને માણવા,
એણે ઉઘાડા પગે મૂકી દોટ પ્રકૃતિને માણવા.
પ્રકૃતિની શોભા લીલોતરી છે,
ઘરની શોભા લક્ષ્મી લાડલી છે.
મેઘા કેતકીની ડાળ સાથે ઝૂમી રહી છે,
એને જોઈ પ્રકૃતિ પણ પ્રણયમાં પડી છે.
પ્રકૃતિ સાથે પ્રણય ભાવનાત્મક છે,
આમ જ મેઘા તો નિસર્ગની જ રાણી છે.
