માયાળું સ્મિત
માયાળું સ્મિત


એક અનોખું માયાળું,
સ્મિત સદાય હોય છે,
મારા આ દિલને એ,
સ્પર્શી ગયાની વાત છે.
એ સ્મિત જોઈને,
દિવસ મજાનો બની જાય છે,
એમના મધુર સ્મિતમાં,
દુઃખ વિસરી જવાય છે.
ભાવનાઓ ભરેલાં,
ઉર્મિ શબ્દો વહ્યાંની વાત છે,
મંગલમ સોસાયટી જુઓ,
સુગંધિત બની જાય છે.
એમના કોમળ પગલાંથી,
ધરતી પણ પાવન થાય છે.
કળાય છે લગભગ બધુંજ,
હવે રંગરંગ એ સ્મિતથી,
એમના સવારે સવા,
શમણે આવ્યાની આ રૂડી વાત છે.
છેટી રહે છે લગભગ,
બધી જ બલાઓ એ સ્મિતથી,
કારણ કે એમના પાવન પગલે,
શુકન થયાની આ વાત છે.
બની ગઈ જીંદગી હવે,
લીલીછમ એ માયાળું સ્મિતથી,
એમના સંગે તરબતર,
ભીંજાઈ સુખી થયાની વાત છે.
એવા પ્રેમાળ માના સ્મિતથી,
સર્વ બલા દૂર થાય છે,
લોહીની નહીં પણ,
દિલની સગાઈ બંધાઈ જાય છે.