માવડીનાં ચરણોમાં
માવડીનાં ચરણોમાં
આવું માવડી તારાં ચરણોમાં
ધૂળ બનીને રહેવું, તારાં ચરણોમાં.
તું જ સર્વસ્વ મારું ચેહર મા. આવું હૈયાંનાં હેતે મા,
ફૂલ પાંખડી થઈ રહું તારા ચરણોમાં.
ફૂલ બનીને આવું ચેહર મા પાલવમાં તારાં રમું માવડી.
ગુલાબનો હાર બનીને ગળામાં તમારાં રહું માવડી,
ફૂલ બનીને આવું તારાં મંદિર શોભાવું ચેહર મા..
ફૂલ બનીને સુગંધ ફેલાવું તારાં મંદિરમાં.
તું તારણહાર માવડી સાથે લઈ આવું ભાવના મા,
અગરબત્તી બનીને આવું ચેહર મા તારાં મંદિરમાં,
ભસ્મ બનીને સુગંધ આપું તારાં મંદિરમાં.
તું કહેતો ચેહર મા, સુખડી બનીને આવું,
સુખડી બનીને તારાં ભક્તોનાં મુખમાં હોમાવું ચેહર મા;
ફૂલ બનીને રહું, તારાં ચરણોમાં માવડી..
તું કહેતો ચેહર મા, ચુંદડી બનીને આવું,
ચુંદડી બનીને આવું તારાં મસ્તકે રહું મા;
આમ કોઈ પણ રીતે રહું તારાં ચરણોમાં..
કંકુ, ચોખા બનીને આવું ને તારાં ભાલે રહું ચેહર મા,
એક જ આશા રાખું છું રાખો તમારાં ચરણોમાં.
