માતૃભૂમિનું ગીત
માતૃભૂમિનું ગીત


હરતા ફરતા ગીત મજાનું માતૃભૂમિનું ગાવું છે,
એના ચરણોના ચંદનથી ભાલે તિલક લગાવવું છે.
વીર શિવાજી અને પ્રતાપને છાતી સરસા ચાંપી રાખી,
ભારત માતાના ખોળામાં નતમસ્તક શીશ ઝૂકાવવું છે.
જેની પાવન ધરતી પર રામ-કૃષ્ણનાં ચરણ રમ્યા,
એ ધરતીના કણકણમાં આ જીવનને રંગાવવું છે.
હાથ ફેલાવી જેણે માતા સીતાનો સ્વીકાર કર્યો,
એ ધરાના પુષ્પ બનીને નિજમંદિરે ચડાવવું છે.
વેદો ને પુરાણો જેની છાયા પામી મહોર્યા હતાં,
એ છાયામાં આંખો મીંચી ધ્યાન ફરી લગાવવું છે.
એક જ આશા લઈને બેઠો આ ધરતીના એક ખૂણે,
ભારતમાતાની સેવામાં જીવન અહીં ખપાવવું છે.