મારું અસ્તિત્વ
મારું અસ્તિત્વ


આ મારું અસ્તિત્વ અનસૂયા મા તમેજ છો,
તમારા થકી તો હું " હું બની છું,
મારા પ્રાણ કેરું અસ્તિત્વ તમે છો,
મારા ભાવના નામની ઓળખ પણ તમારા થકી જ છે,
મા તમારા જીવન થકી તો છે મારું આ જીવન,
તમારા થકી તો આ મારું જિંદગીનું અસ્તિત્વ છે,
બાકી મારી કોઈ હસ્તી નથી,
હું તો એક પામાર જીવ છું,
હું અજ્ઞાની અને ભૂલો ની ભરેલી છું,
આ જીવન સંઘર્ષની મારી હર ઘડીમાં,
તમારું અસ્તિત્વજ મારું જીવવાનું બળ બન્યું છે,
જન્મમરણના આ ચક્રવ્યૂહમાં,
આ ભવસાગર તરવા તમે તો,
તારણહાર બન્યા છો.
તમારા અસ્તિત્વથી તો મારા જીવનમાં,
ઉજાસના અજવાળા પથરાયા છે,
મારી આ જીવનની ડૂબતી નૈયાનો
સહારો તમેજ છો એક,
હે ગુરુ અનસૂયા મા એટલેજ
આ જીવનની હર પલમાં,
કણ કણમાં, મારી રગ રગમાં,
બસ તમારુજ અસ્તિત્વ છે અને રહેશે,
મારા દરેક પોકારમાં તમારું જ નામ છે.