મારો કોઈ આશય નથી
મારો કોઈ આશય નથી
1 min
258
તારી ચરણરજ કાજ હું પાષાણ બની,
તને પામવાનો મારો કોઈ આશય નથી...
બની કેવટ પખાળવા તારા ચરણ મારે,
આશિષ લેવાનો મારો કોઈ આશય નથી...
બની શબરી મીઠાં બોર જમાડવા તને,
એઠું જમાડવાનો મારો કોઈ આશય નથી...
તારી ચાખડીની ચાકરી સ્વધર્મ સમજુ,
પ્રસિદ્ધ થવાનો મારો કોઈ આશય નથી...
તારા ગુણગાન ગાવા, સ્વભાવ છે મારો,
જોગી બનવાનો મારો કોઈ આશય નથી...
કો' દીન-દુઃખીની પીડાને શબ્દોમાં ઢાળું,
કવિ કહેવડાવાનો મારો કોઈ આશય નથી...
કરું માંગણી અનેકાનેક રોજ બંદગીમાં,
બધી કબૂલ કરાવવાનો કોઈ આશય નથી.
