મારો અધૂરો પ્રેમ
મારો અધૂરો પ્રેમ
1 min
221
અધૂરો રહ્યો પ્રેમ તમારો ને મારો,
પપ્પા, કેમ ગયા છોડીને સાથ મારો ?
આંખનાં ખૂણા ભીંજાયેલા રહ્યાં,
લૂછ્યા ન મોતીડાં લઈ રૂમાલ તમારો !
ઘણી વાતો ને રાતો ના થઈ પૂરી,
હવે કોણ લાવશે એ પીડાનો કિનારો ?
હું સાવ ભાંગી ગયો છું ભીતરથી,
તમારી ગેરહાજરીમાં કોણ દેશે સહારો ?
પ્રેમ અધૂરો કેમ રહ્યો તમારો ને મારો ?
પ્રભુ ને કહો, હવે મુખથી કંઈક ઉચ્ચારો.
