Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Children Stories Inspirational

4.0  

Sangita Dattani

Children Stories Inspirational

મારી માવલડી

મારી માવલડી

1 min
223


મારી માવલડી

નયનોથી વરસે અવિરત સ્નેહધારા એવી મીઠડી માવલડી 

વ્હાલપની વેલડી જેની જગમાં જડે ન જોડ્ય એવી માવલડી,


સાત સમુંદર સહી કેઉં ને લેખની કરું જંગલ સારા 

તોય ગુણ ન વર્ણવાય એવી ગુણવંતી મારી મીઠી માવલડી,

વ્હાલપની વેલડી જેની જગમાં જડે ન જોડ્ય એવી માવલડી,


નવરાશે ઘડી ઈશ્વરે આપી ભેટ મુને આ મોંઘેરી 

નવખંડમાં પૂજાય આ સ્નેહની સરિતા જેવી મીઠી માવલડી,

વ્હાલપની વેલડી જેની જગમાં જડે ન જોડ્ય એવી માવલડી,


હેત અવિરત જેના છલક્યા કરે, મારીને મુજને ખુદ રડે,

પ્રેમનો સાગર જેના ભીતરે ખળભળે એવી મીઠી માવલડી,

વ્હાલપની વેલડી જેની જગમાં જડે ન જોડ્ય એવી માવલડી,


કહે "સંગીતા' કર જોડી, નમજો સહુ હેતે ભાળી માવલડી,

અડસઠ તીર્થ વસે જેના ચરણે, એવી મહાન જગમાં માવલડી,

નયનોથી વરસે અવિરત સ્નેહધારા એવી મીઠડી માવલડી,

વ્હાલપની વેલડી જેની જગમાં જડે ન જોડ્ય એવી માવલડી.


Rate this content
Log in