મારી મા ની ચુન્દ્દડી
મારી મા ની ચુન્દ્દડી
મારી ચેહરની ચુંદડીએ ઊડે, ગુલાબી રંગ,
કોટિ, કોટિ તારલાઓને ચાંદલીયો સંગ. મારી ચેહર...
રંગ ઊડી,ઊડી, ગગન કેરા ઘુમ્મટ ડે ઘેરાય,
દશે દિશામાં, ને નવખંડમાં માવડીનો પાલવ લહેરાય.
એનાં ઔલોકિક તેજ કિરણોમાં પ્રકાશિત થાયે આખી ધરતી,
મારી ચેહર મા ની ચુંદડી એ ઊડે નવરંગ રંગ.
માવડી રાસે રમે ને, વાગે મેઘાતણું મૃદંગ,
ઔલોકિક તેજસ્વી મુખડું માનું કેવું મલકાય. મારી ચેહર ...
ચુંવાળ ચોકમાં રમતાં માવડી, નવદુર્ગા ને સંગ,
એની અકળકળા, પાર ન પમાય, મા નો અજબ-ગજબ ઢંગ. મારી..
ચોટીલાથી ઉતર્યા ચેહર મા, ચામુંડાનો અવતાર,
નાગણી રૂપ ધરીને પારણીયા ઝુલાવ્યા. મારી ચેહર...
ભાવના ચરણ કમળમાં ચિતડું જોડી પ્રાર્થી રહું નિશદિન,
રૂમઝૂમ રૂમઝૂમ ઝમકે ઝીણો ઝાંઝરનો ઝણકાર.. મારી ચેહર..
ચેહર મા સંગે રમે, જોને સરખી સહિયારું ઉરભરી ઉમંગે,
આકાશમાંથી પુષ્પ વર્ષા થાય, જોઈ માનવ મહેરામણ રાજી થાય...
મારી ચેહર ની ચુંદડીએ ઊડે આસમાની રંગ.
