મારી ડાયરી
મારી ડાયરી
1 min
264
આમ લાગણીઓમાં જ રહેતી એક વ્યક્તિ,
ભાવનાઓ સભર લાગણીશીલ વ્યક્તિની,
લાગણીને મજબૂરી ના સમજવી,
કારણ કે,
લાગણી તેની મજબૂરી નહીં સ્વભાવ છે,
લાગણી તેના જીવનનું એક મજબૂત પાસું છે,
લાગણીની પરીક્ષા ક્યારેય
પરોક્ષ કે પ્રત્યક્ષ ના લેવી,
કેમ કે,
લાગણી ક્યારેય પરીક્ષા નથી આપતી
તે મરી જાય છે અને પછી
રહી જાય છે મૃતપાય સંબંધ,
જે એક બોજ બની જાય છે જીવનભર.
