STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મારી ચેહર મા ની ઓઢણી

મારી ચેહર મા ની ઓઢણી

1 min
50

મારી ચેહર માની ઓઢણીએ ઊડે, આસમાની રંગ,

ઊડે કોટિ, કોટિ તારલાઓને ચાંદલીયો સંગ. 

મારી ચેહર...


રંગ ઊડી,ઊડી, ગગન કેરા ઘુમ્મટ ડે ઘેરાય,

દશે દિશામાં, ને નવખંડમાં માવડીનો પાલવ લહેરાય.


એનાં ઔલોકિક તેજ કિરણોમાં પ્રકાશિત થાયે આખી ધરતી,

મારી ચેહર માની ચુંદડી એ ઊડે આસમાની રંગ.


માવડી રાસે રમેને, વાગે મેઘાતણું મૃદંગ,

ઔલોકિક તેજસ્વી મુખડું માનું કેવું મલકાય. 

મારી ચેહર ...


ચુંવાળ ચોકમાં રમતાં માવડી, નવદુર્ગા ને સંગ,

એની અકળકળા, પાર ન પમાય, મા નો અજબ-ગજબ ઢંગ.

મારી..


ચોટીલાથી ઉતર્યા ચેહર મા, ચામુંડાનો અવતાર,

નાગણી રૂપ ધરીને પારણીયા ઝૂલાવ્યા. મારી ચેહર...


ભાવના ચરણ કમળમાં ચિતડું જોડી પ્રાર્થી રહું નિશદિન,

રૂમઝૂમ રૂમઝૂમ ઝમકે ઝીણો ઝાંઝરનો ઝણકાર.. મારી ચેહર..


ચેહર મા સંગે રમે, જોને સરખી સહિયારું ઉરભરી ઉમંગે,

આકાશમાંથી પુષ્પવર્ષા થાય, જોઈ માનવ મહેરામણ રાજી થાય...

મારી ચેહર.


Rate this content
Log in