STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

મારી બહુચર મા

મારી બહુચર મા

1 min
399

મને શંખલપુર યાદ આવે છે, 

ઘરમાં મારું મન લાગતું નથી,

આનંદનાં ગરબામાં મળેલ આનંદ

બીજા કશામાં મળતો નથી,


બહુચરાજી તમારી અકળ લીલા,

આજે પણ પ્રચલિત છે,

તમારાં દર્શને શાંતિ મળે છે,

બાકી શાંતિ ક્યાંય મળતી નથી,


કૂકડા રમતાં તમારી પાળે મા,

બીજા મંદિરોમાં રમતાં નથી,

પારણું બંધાવનાર દેવી તુંં જ છે,

તારાં વગર મહેણું ભાંગનાર કોઈ નથી,

  

નારીનો કર્યો નર, ઘોડીનો કર્યો ઘોડો,

બહુચર મા તમ વિના કોઈ નથી,

ભાવનાભર્યા ભાવ સાંભળનાર,

કુળદેવી તમ વિના કોઈ નથી,


શંખલપુર સોહામણું લાગે છે,

એવું સોહામણું કશું નથી,

મંગળવારે તારી યાદ આવી છે,

બહુચરાજી તારાં વિના કોઈ નથી,


ભક્તોના હૃદયમાં સ્થાન તારું છે,

મા તમ વિના મન ક્યાંય લાગતુંં નથી.


Rate this content
Log in