મારે રોજ આવવું
મારે રોજ આવવું
1 min
196
મારે રોજ આવવું તારાં દર્શને,
એ સામાન્ય વાત છે મા;
પણ ભીડમાં સાદ પાડું
અને તું વાયુવેગે આવે એ,
નોંધ લેવા જેવી વાત છે.
તારાં પરચાની શું વાત કરું મા,
તું તો પાવરવાળી ચેહર છો.
ગોરના કુવે બેઠી તારણહાર છે,
જેવી ભાવના એવાં ફળ મળે છે.
વ્યસ્ત સમયમાં પણ,
મહેરામણ ઉમટી પડે છે;
તારા ભરોસે ચેહર સૌ બેઠાં છે.
અમારે રોજ આવવું,
એ સામાન્ય વાત છે,
એ નોંધપાત્ર નથી;
પણ તારું
સેવકોને બોલે આવવું,
એ નોંધપાત્ર જરૂર છે,
કળિયુગમાં હાજરાહજૂર છે,
ચેહર મા દયાળુ છે.
