મારે જાવું
મારે જાવું
1 min
194
મારે જવું છે ચેહર ધામ દર્શને કાજે,
મારે કરવી છે ભક્તિ માને મળવા કાજે,
દર્શન તણી તો ઝંખના હૈયે ઘણી છે,
ચેહર મા મળે જીવન સફળ થાય છે,
સંસારની છે મોહમાયા તો બધી,
મારે જવું છે ચેહર મા તૃપ્તિ સુધી,
મને આસ્થા ઘણી ચેહર મા તણી છે,
ગોરના કૂવે દર્શન કરવા મારે જવું છે,
મા કાજે જાગરણ મારે તો ઘણું થાય છે
ભાવના ચેહર થકી ભવપાર ઉતરવું છે.
