મારા પાપા હીરો છે
મારા પાપા હીરો છે
1 min
180
મારા પાપા હીરો છે,
મારા પાપા હીરો છે..
વ્યસન એને ઝીરો છે..મારા.
સાયકલ એની હીરો છે..મારા.
મારા સાથે એની સાથે
કેટલીક તસ્વીરો છે..મારા.
રોજ વ્હેલા જાગી જાય,
મંદિરે વ્હાલા પૂગી જાય,
દિલના એ અમીરો છે..મારા.
મમ્મા મારી કરે જો રાવ,
પાપા કહે શાંત થૈ જાવ,
પાપા મારા માટે સિતારો છે..મારા.
વ્યસન એને ઝીરો છે..મારા.
